આગામી તા. ૧૨ અને ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન રાજયભરમા યોજાઈ રહેલા 'વિશ્વાસ થી વિકાસ' યાત્રાના કાર્યક્રમો અંતર્ગત, ડાંગ જિલ્લામા પણ અંદાજીત રૂ. ૨૩ કરોડ થી વધુના વિકાસ કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત હાથ ધરાશે.વિવિધ યોજનાકિય કામગીરીની જાણકારી થકી પ્રજાજનોની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવાના હેતુ સાથે આયોજિત, આ 'વિશ્વાસ થી વિકાસ' યાત્રા દરમિયાન વિકાસ કાર્યોનુ લોકોર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકભિમુખ કાર્યક્રમો હાથ ધરાશે.
ડાંગ જિલ્લામા તા. ૧૨ મી સપ્ટેમ્બરે પ્રાંતકક્ષાનો કાર્યક્રમ,અને તા. ૧૩ મી સપ્ટેમ્બરે જિલ્લા કક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, તથા નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.એ.ગામીત, અને પ્રાંત અધિકારી શ્રી આર.એમ.જાલંધરએ શ્રેણીબધ બેઠકો સાથે, સંબંધિત અધિકારીઓને દોરવણી આપી હતી.ઉલ્લેખનિય છે કે,ડાંગ જિલ્લાના બંને કાર્યક્રમોમા મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ,સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.ડાંગ જિલ્લાના ‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રાના પ્રાંત કક્ષાના કાર્યક્રમમા અંદાજીત ૧૦ કરોડ, ૪૦ લાખ, ૬ હજારની કિમતના કુલ ૩૬૬ કામો, અને જિલ્લા કક્ષાના કાર્યક્રમમા અંદાજિત રૂ.૧૩ કરોડ, ૫૭ લાખ, ૧૩ હજારની કિમતના ૨૫ કામોનો સમાવેશ કરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500