ડોસવાડામાં હિન્દુસ્તાન ઝીંક પ્રોજેક્ટ મુદ્દે લોક સુનાવણી મોકૂફ રખાયા બાદ હંગામો થયો હતો. બેકાબૂ ટોળા પર પોલીસે ટીયર ગેસનાં સેલ છોડ્યા, સ્થાનિકો લોકો ડોસવાડામાં ઝીંક કંપનીનો કરી રહ્યાં છે વિરોધ.
5 જુલાઈના રોજ લોકસુનાવણી રદ કરવા અનેક વખત કરાઈ છે રજૂઆત તેમછતાં લોક સુનાવણી રાખવામાં આવતા લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. જોકે લોકોના વિરોધ વચ્ચે લોક સુના મૌકુફ રાખવી પડી છે. લોક સુનાવણી મોકૂફ રખાયા બાદ હંગામો થયો છે.
પોલીસ અને વિરોધ પ્રદર્શન કરાનારા લોકો વચ્ચે ઘર્ષણ થયું છે. પોલીસની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જેને લઇ પોલીસે ટીયર ગેસનાં સેલ છોડ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500