માંગરોલ તાલુકાના દેગડીયા ગામમાં ૧૦ દિવસ અગાઉ મહિલાનું મૃત્યુ થયા બાદ ૨ દીપડા પાંજરે પુરાયા હતા. માંગરોળના દેગડીયા ગામે મંદિર ફળિયામાં રહેતી વિધવા આદિવાસી મહિલા મોડી રાત્રીએ કુદરતી હાજત માટે ઘર બહાર ગઈ હતી. આ સમયે શિકારની શોધમાં આવેલા દીપડાએ એકાએક મહિલા ઉપર હુમલો કર્યો હતો. જે બાદ દીપડો તે મહિલાને ઘરના વાડામાંથી અડધો કિલોમીટર દૂર સુધી શેરડીનાં ખેતરમાં ઢસડીને લઈ ગયો હતો.
ત્યારબાદ દીપડાએ મહિલાનું મારણ કર્યું હતુ. ઘટનાની જાણ થતાં જ વાંકલ વન વિભાગના આર.એફ.ઓફ. તથા તેમની ટીમે છેલ્લા કેટલાક દિવસથી દીપડાને પાંજરે પુરવા કવાયત આદરી હતી. વન વિભાગ દ્વારા દેગડીયા ગામે અલગ અલગ વિસ્તારમાં આઠ જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ દીપડો પાંજરે પુરાતો ન હતો. ગત રાત્રિ દરમિયાન ૧૧.૩૦ વાગે શિકારની શોધમાં મારણ ખાવાની લહાઈમાં ત્રણ વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો હતો. જ્યારે મળસ્કે અઢી વર્ષનો દીપડો પણ પાંજરે પુરાયો હતો. દેગડીયા ગામે બે દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ વાંકલ રેન્જે બંને દીપડાનો કબજો મેળવી ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવી તેનું સ્કેનિંગ કરી દીપડો માનવ ભક્ષી છે કે નહીં એની તપાસ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application