Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રની બોર્ડને અડીને આવેલ કુકરમુંડા અને નિઝર તાલુકાના ગામોમાં વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ યોજાઇ

  • October 15, 2023 

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવતા તાપી જિલ્લાના અનેક ગામો સ્વચ્છતા ઝુંબેશમાં સક્રિય પણે જોડાયા છે. જિલ્લા કલેક્ટરશ્રી ડો વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના માર્ગદર્શન અન્વયે સમગ્ર તાપી જિલ્લાની બન્ને નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા સહિત ગ્રામ્ય કક્ષાએ જાહેર માર્ગો, શાળાઓ, સરકારી ઈમારતો, બસ સ્ટેન્ડ, હાટ બજારથી લઈને ઐતિહાસિક વારસા સમી ઈમારતો, ધાર્મિક સ્થળો ખાતે પૂરજોશમાં સઘન સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આ તમામ કામગીરીમાં તાપી જિલ્લાની જાહેર જનતાની ભાગીદારી નોંધાઇ રહી છે. જેમાં નિઝર તાલુકાના ગ્રામ પંચાયત આડદા અને હિંગણીના ગામોમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, તેમજ જાહેર સ્થળોની ગ્રામજનો દ્વારા સામુહિક સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત કુકરમુંડા તાલુકાના મોદલા ગામમાં ધાર્મિક સ્થળ હનુમાન મંદિર અને પાનીબારા ગામે સામુહિક સાફ-સફાઇનુ કામ લોકભાગીદારી થકી કરવામાં આવ્યું હતું. સમગ્ર રાષ્ટ્ર જ્યારે આ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થયુ છે ત્યારે ગુજરાત રાજ્યના છેવાડાના જિલ્લા તાપીના મહારાષ્ટ્રની બોર્ડને અડીને આવેલ ગામોમાં સ્વચ્છતાના શ્રમદાનમાં સક્રિય જનભાગીદારી જોવા મળી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application