તાપી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લાઓમાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમા તાજેતરમાં ઉચ્છલ તાલુકાના વડપાડાનેસુ ગ્રામ પંચાયતના નારાણપુર ગ્રામહાટ બજારના વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવા અને કાપડની થેલીના ઉપયોગ કરવો તેમજ સૂકો અને ભીનો કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ દ્વારા સમજણ આપવામાં આવી હતી.
આ સાથે બજાર ભરાયાબાદ ગ્રામજનો સાથે સામૂહિક સાફ સફાઈ કરી પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ તાલુકાના તમામ ગામોમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સ્વચ્છતામાં સ્વસહાય જુથોની સ્વૈચ્છિક ભાગીદારી વધારેમાં વધારે રહે અને ઘન, પ્રવાહી કચરાના સલામત નિકાલની વ્યવસ્થાપન તેમજ વ્યક્તિગત ટોઇલેટનો વપરાશ સબંધિત જાગૃતિ અભિયાનમાં SHGની બહેનોની ભાગીદારી બાબતે તાલુકા પંચાયત કચેરીએ સ્વસહાય બહેનોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ બહેનો એક ઝુંબેશ હાથ ધરી ગામની સ્થાનિક બહેનોને સ્વચ્છતા જાળવવ જાગૃત કરે તે માટે સમજ કેળવવામાં આવી હતી.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત પ્રાથમિક શાળાઓ ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજી બાળકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં આજરોજ ઉચ્છલ તાલુકાના કુંભરાડ શાળાના બાળકો માટે સ્વચ્છતાના મહત્વ અંગે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા સુકો કચરો અને ભીનો કચરો અલગ નાખવા અંગે સ્વચ્છતા સંદેશ ચિત્રો દ્વારા દોરવામાં આવ્યા હતા. આ સાથે કુકરમુંડા તાલુકાના મટાવલ ગ્રામ પંચાયતમાં સમાવેશ પીપળાસ, આમોદા ગામના ધાર્મિક સ્થળ અને જાહેર સ્થળો પર સામુહિક સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં ગામના યુવાનો, વડીલોએ સાથ સહકાર આપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500