આગામી ચોમાસાને અનુલક્ષીને તાપી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા પ્રિ-મોનસુનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વ્યે વ્યારા નગરપાલીકા દ્વારા ડ્રેનેજ વ્યવસ્થા, ગટર, નદી સાફ-સફાઇ વગેરેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે ખાસ વ્યારા નગરપાલિકામાં કુલ સાત વોર્ડમાં સાત સેનિટેશન સુપરવાઇઝરોની નિમણૂંક કરવામાં આવી છે.
જેઓ દ્વારા નગરના જે-તે વોર્ડમાં આવેલા વરસાદી ચેમ્બરો, ગટરો, ગરનાળાઓની સફાઇની કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવે છે. નગરમાં ચોક-અપ થયેલ વરસાદી ચેમ્બરને જેટીંગ મશીન દ્વારા ચાલુ કરી ખુલ્લા કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, વ્યારા નગરપાલિકા વિસ્તારની આશરે ૬૦ થી ૬૫ ટકા જેટલી પ્રિ-મોનસુન કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. બીકીની પ્રિ-મોન્સુન કામગીરી હાલમાં ચાલુ છે. જેને ટુંક સમયમા પુરી કરવામાં આવશે એમ ચીફ ઓફિસર વ્યારા દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500