Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીનાં કાર્યક્રમ સહિત અન્ય 13 સ્થળોએ “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજાશે

  • August 09, 2023 

આજે એટલે કે તા.૯મી ઓગસ્ટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામની પ્રાથમિક શાળા ખાતેથી “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવશે. આ સાથે પ્રાથમિક શાળા ખાતે 'વસુધા વંદન' કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે ૭૫ સ્થાનિક ફળાઉ અને ઔષધિય રોપાઓનું વાવેતર કરી 'અમૃત વાટીકા'નું નિર્માણ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય કાર્યક્રમ સહિત તાપી જિલ્લાની અન્ય ૧૩ ગ્રામ પંચાયતોમાં “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમ હેઠળ 'શીલા ફલકમ'નું અનાવરણ કરી આપણા દેશના વીર જવાનોના બલીદાનને યાદ કરી, તેઓના બલિદાન અને શૌર્યતાને સન્માનિત કરીને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.



તાપી જિલ્લાના સ્વતંત્રતા સેનાનીઓ અને શહિદોના નામ શિલા ફલકમમાં ઉમેરી, તેઓએ દેશ માટે આપેલા બલિદાનને બિરદાવવામાં આવશે. “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ ઊડતી નજરે: “મારી માટી, મારો દેશ” કાર્યક્રમના મુખ્ય પાંચ ભાગ છે. જેમાં શીલા ફલકમનું સમર્પણ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં શીલાફલકમ પ્રવૃતિ અંતર્ગત કુલ ૭૩-અમૃત સરોવરો ૨૪-ગ્રામ પંચાયતો ૧૭૫-પ્રાથમિક શાળા અને અન્ય ૨૪-જગ્યા/જળાશયો પર કાર્યક્રમો યોજાશે. આ શિલા ફલકમ ઉપર જિલ્લાના સ્વતંત્રતા સેનાનીઓ અને શહિદોના નામ અંકુરીત કરવામાં આવશે. કળશ યાત્રા અંતર્ગત તમામ ગ્રામ પંચાયતોમાંથી ગામની માટી ભેગી કરી તાલુકા, જિલ્લા અને ત્યાર બાદ આ માટીના કળશ લઇ યુવાનો દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં જોડાશે.



પંચ પ્રાણ પ્રતિજ્ઞા કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમના સ્થળે શીલા ફલકમ અને અમૃત સરોવર સાથે સેલ્ફી લેવા માટે, અને તેને સોશિયલ મિડિયા ઉપર મુકવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. વસુધા વંદન -વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત ૨૧૯ ગ્રામ પંચાયતો ખાતે સુયોગ્ય જગ્યાએ સ્થાનિક ૭૫ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. જેને અમૃત વાટીકા તરીકે ગ્રામપંચાયત તેની જવાબદારી લેશે. તથા તમામ અમૃત વાટીકાના સંરક્ષણ માટે વાસની વાડ તૈયાર કરવામાં આવશે. વીરો કો વંદન- વીરો કો વંદન કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના સ્થાનિક વીરો, શહીદોના પરીવારોને વિવિધ ગ્રામ પંચાયત ખાતે શિલા ફલકમ કાર્યક્રમ સાથે સન્માનિત કરવામાં આવશે.



ધ્વજ વંદન અને રાષ્ટ્ર ગાન અમૃત સરોવર સિવાય તાપી જિલ્લાની તમામ ૬૧૮ શાળાઓમાં પણ શીલ ફલકમ સિવાયની તમામ પ્રવૃતિઓ કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસભામાં આયુષ્માન ભારત, PMJJY, APY યોજના માટે મેડીકલ ઓફીસરશ્રીઓ દ્વારા યોજનાકિય પ્રચાર પ્રસાર કરવામાં આવશે. તાપી જિલ્લામાં તમામ કાર્યક્રમનું સુચારુ આયોજન, અને કામગીરી થાય એ માટે તાલુકા દિઠ અને જિલ્લા કક્ષાના નોડલ ઓફીસરશ્રીની નિમણૂંક કરવામાં આવી છે. તથા પાંચ ગામ દીઠ એક નોડલ ઓફીસરની નિમણુક પણ કરવામાં આવી છે. આ તમામ કાર્યક્રમમાં જાહેર જનતા ઉત્સાહ ભેર અને બહોળી સંખ્યામાં ભાગ લે તે માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application