માહિતી વિભાગ દ્વારા ડાંગ, પર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા એક નવા અભિગમ સાથે બાળકોમાં પ્રકૃતિની જાળવણીના સંસ્કારનું સુચારૂં સિંચન થાય તે માટે ૧ જૂન થી ૫ જૂન સુધી આંગણવાડી કક્ષાએ પર્યાવરણને અનુલક્ષીને વિવિધ થીમો આધારિત પ્રવૃતિઓ કરવાનું નક્કી કરાયું હતું.
જેમાં મુખ્ય પ્રવૃતિઓનાં ભાગરૂપે વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ વિષય અન્વયે ચિત્ર સ્પર્ધા, કુડામાં/વાટકામાં બીજ અંકુરણ પ્રવૃતિ, બાળકો સાથે નેચર વોક, ચકલી માટે માળા બનાવી વૃક્ષ અને ઘરના આંગણામાં મુકવા વગેરે પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ હતું. ડાંગ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોએ વિશ્વ પર્યાવરણ દિનની અનોખી ઉજવણી કરી નવીનતમ અભિગમને પ્રોત્સાહન આપી પર્યાવરણ જતન કરવા સંકલ્પબદ્ધ થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500