વાપી કચીગામ રોડ ઉપર આવેલા શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા પુષ્પાબેન વીરચંદભાઈ સમદડીયા(ઉ.વ.૭૨) સવારે ઘરેથી વાપી ટાઉન પોસ્ટ ઓફિસમાં આવેલા ભેરૂનાથ જૈન દેરાસરમાં પૂજા કરી પરત ઘરે ચાલતા-ચાલતા જઈ રહ્યા હતા. તે વખતે પાછળથી મોટરસાઈકલ ઉપર બે અજાણ્યા ઈસમોએ પોલીસની ઓળખ આપી, તે અજાણ્યા ઈસમોએ વૃદ્ધાને કહ્યું હતું કે, તમે સવિતાબેન ને ઓળખો છો? પણ વૃદ્ધાએ ના પાડતા આ બંને અજાણ્યા એ જણાવ્યું હતું કે સવિતા બેનનું રાત્રે કોઈ એ ખૂન કરી નાખ્યું છે અને તમે આટલા બધા દાગીના પહેરીની કેમ ભરો છો કેટલી બધી ચોરી થાય છે તમને ખબર નથી આમ વાતો કરતા ચોરોએ વૃદ્ધાને પોતાની વાતોમાં ફસાવી વૃદ્ધાએ હાથમાં પહેરેલા પાંચ તોલાની ચાર બંગડી તથા એક તોલાની ચેઈન પેલા અજાણ્યા એ આપેલા કાગળમાં મૂકી પાકીટમાં મુકવા જતા હતા તે જ સમયે વૃદ્ધાને પોતાની વાતોમાં ઉલ્ઝાવીને વૃદ્ધાની નઝર ચૂકવી ને ઘરેણાં લઈ નાસી છુટ્યા હતા. જોકે વૃદ્ધા તે વાતથી અજાણ હતા.
તે પછી આ વૃદ્ધ મહિલાને એક મહિલાએ પૂછ્યું કે તમે કેમ ઘરેણાં ઉતારી દીધા છે તો તેમને પોતાના પાકીટમાં મુકેલ છે એવું કહેતા પોતાના પાકિટમાં તપાસ કરી હતી પરંતુ પોતાના ઘરેણાં ગાયબ હતા અને પેલા બે અજાણ્યા ઈસમો ઘરેણાં લઈ ગયા હોવાનું સમજાતા વૃદ્ધાએ વાપી ટાઉન પોલીસને ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application