પારડી તાલુકાના તરમાલીયા ગામે દેસાઈ ફળીયામાં રહેતો ધર્મેશભાઈ ઉત્તમભાઈ પટેલ(ઉ.વ.૪૫) ને તેની માતા એ સવારે જણાવ્યું હતું કે, તુ કામ-ધંધો કઈ કરતો નથી અને રખડતો રહે છે તે વાતનું ધર્મેશને માઠું લાગી આવ્યું હતું અને પત્ની તથા પુત્ર નોકરીએ જવા નીકળી ગયા બાદ ઘરે એકલો હોય ઘરની છત સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લટકી ગયો હતો.
તે બાદ સાંજે તેનો પુત્ર ઘરે પહોચ્યો હતો આ સમયે તેણે ઘરનો દરવાજો ખોલતા જ પિતાને લટકતો જોઈ બુમાબુમ કરી હતી તે સાંભળી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને લટકતા શબને નીચે ઉતારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબી એ ધર્મેશ્ભાઈને મૃત જાહેર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application