વાપી ટાઉન પોલીસે દમણ બોર્ડર કચીગામ ત્રણ રસ્તાથી વાપીની હદમાં પ્રવેશેલા છોટાહાથી ટેમ્પોને રોકી તપાસ કરતા ટેમ્પોના અંદરથી વગર પાસ પરમીટનો 1.58 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
વાપી ટાઉન પોલીસે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, દમણ કચીગામ ત્રણ રસ્તાથી ગુજરાત વાપીની હદમાં એક છોટાહાથી ટેમ્પો નંબર ડીએ/09/જે/9338થી આવનાર છે અને તેમા દારૂનો જથ્થો વહન થઈ રહ્યો છે. તેથી પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળો છોટાહાથી ટેમ્પો આવતો જણાતા પોલીસે લાકડીના ઈશારાથી રોકી ચાલકને નીચે ઉતારી ટેમ્પોની અંદર ચેક કરતા ટેમ્પોમાં રાખેલ પુંઠાના ખોખાની આડમાં ટેમ્પોમાં ઈંગ્લીશ દારૂની વ્હિસ્કીની તથા ટીન બીયરોની અલગ-અલગ બ્રાન્ડની 2376 બાટલીઓ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1,58,400/- હતા, તથા 2 મોબઈલ અને ટેમ્પો મળી કુલ રૂપિયા 3,63,900/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ટેમ્પો ચાલક આશિષ રમેશ પટેલની અટક કરી હતી, અને તે દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જતો હતો તે અંગે પૂછપરચ કરતા તેણે જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો દમણ ખાતેથી કેતન નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો અને આ ટેમ્પો વાપી જીઆઈડીસી પાસે પહોચાડવાનું જણાવતા પોલીસે કેતનને વોન્ડેટ જાહેર કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500