વાપીથી જલગાંવ જતી એસ.ટી. બસને પારડી પોલીસે રોકી તલાશી લેતા 4 મહિલાઓ પાસેથી દારૂની 264 બોટલી મળી આવી હતી.
વાપીથી જલગાંવ જતી મહારાષ્ટ્ર રાજ્યની એસ.ટી બસ નંબર/એમએચ/20/બીએલ/3428માં મહિલાઓ દારૂનો જથ્થો લઈને મુસાફરી કરી રહી છે એવી બાતમીના આધારે પારડીના મહિલા પોલીસકર્મી તથા સ્ટાફના માણસો પારડી હાઈવે ચાર રસ્તા પર વોચ ગોઠવી બાતમીવાળી બસની રાહ જોતા હતા કે, તે દરમિયાન બાતમીવાળી બસ આવતી દેખાતા પોલીસે બસને હાથનો ઈશારો કરી રોકી બસ ડ્રાઈવર-કંડકટરનું નામ પૂછતા તેણે પોતાનું નામ સંજય નારણ પવાર તથા કંડકટરે પોતાનું નામ સુનીલ નામદેવ પાટીલ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ ટીમે તેમને સાથે રાખી બસ સવાર મુસાફરોના થેલા તપાસતા 4 મહિલાઓ જેમાં સીતા રાજુ પટેલ(બીલીમોરા), ગીતા બાબુ ટંડેલ(નવસારી), ઈલા અમૃત્ત ટંડેલ(નવસારી) તથા નયના નવિનચંદ્ર રાણા(સુરત)ની પાસેથી દારૂની 264 બોટલો મળી આવી હતી જે અંગે મહિલાઓ પાસે કોઈ પાસ કે પરમીટ ન મળતા પોલીસે તેમની ધરપકડ કરી પારડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application