વાપીના હરિયા પાર્ક એલ.જી.હરિયા સ્કુલની બાજુમાં રોડ ઉપર શાકભાજી લઈ રહેલી મહિલાના ગળામાં પહેરેલ રૂપિયા 40 હજારની સોનાની ચેઈન બે અજાણ્યા ઈસમો આંચકી લઈ ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, વાપી હરિયા પાર્કનાં પાર્થ એપાર્ટમેન્ટનાં રૂમ નંબર-302માં રહેતી 30 વર્ષીય સુવિધા સંજય શર્મા સાંજે શાકભાજી લેવા નીકળ્યા હતા. તે દરમિયાન એક કાળા કલરની મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા ઈસમો મોટરસાઈકલ થોડે દુર રાખી પાછળ બેસેલ ઈસમ સુવિધા શર્માની નજીક આવી ગળામાં પહેરેલ સોનાની સવા તોલાની ચેઈન આંચકી લઈ દોડતો-દોડતો મોટરસાઈકલ ઉપર બેસી બંને ઈસમો ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ડુંગરા પોલીસને ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application