વાપી પોલીસ મથકના પી.આઈ. તથા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતા. તે સમયે મળેલ બાતમીના આધારે, એક કન્ટેનર નંબર એમએચ/46/કે/આર/4625 ડાભેલથી નીકળી વાપી થઈ સુરત તરફ જનાર છે.
બાતમીના આધારે વાપી જીઆઈડીસી ચાર રસ્તા પાસે પોલીસે વોચ ગોઠવી હતી, તે દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા પોલીસે તેના ચાલકને ઈશારો કરી રોકાવ્યો હતો આ સાથે જ ચાલકે કન્ટેનર રોક્યું હતું. કન્ટેનર રોક્યા બાદ તરત પોલીસ ટીમે કન્ટેનરના ચાલકને પકડી પાછળના દરવાજાનું લોક ખોલાવી અંદર જોતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 5424 બોટલો મળી આવી હતી. આ વિદેશી દારૂનો જથ્થો તથા કન્ટેનર મળી કુલ 16 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
પોલીસે ઝડપાયેલો કન્ટેનર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ ઈશાક્પુર બાબુલાલ સાકેત(ઉ.વ.33, રહે.દહિસર,મહારાષ્ટ્ર) જણાવ્યું હતું. ઝડપાયેલા કન્ટેનર ચાલકને દારુનો જથ્થો કઈ જગ્યાથી ભરી લાવ્યો અને કઈ જગ્યાએ આપવાનો હતો તે સંબંધે પૂછપરછ કરતા, તેણે જણાવ્યું હતું કે, સંજય ઉર્ફે સંજુ જયસ્વાલ(રહે.વાપીટાઉન) દમણ ડાભેલ ખાતેથી કન્ટેનર લઈ પ્રોહી. જથ્થો ભરીને કન્ટેનર આપી ગયો હતો અને તે લઈ કડોદરા સુરત પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું. પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી અને સાથે જ આ મુદ્દામાલ ભરાવનાર શખ્સને વોન્ડેટ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500