Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉશ્કેરાયેલા કન્ટેનરના ચાલકે યુવકને ફટકો મારતા બ્રીજ નીચે પટકાતા મોત, ચાલક સામે ગુનો દાખલ

  • October 27, 2021 

વાપીના ટુકવાડા ખાતે ઢોડીયા વાડમાં રહેતો અનીપ જાદવભાઇ પટેલ (ઉ.વ.31) વાપી જીઆઇડીસી સ્થીત આરાધ્ય એન.વાય.ટેક કંપનીમાં ડ્રાઇવરની નોકરી કરતો હતો. જોકે, તે સોમવારે પોતાની મોપેડ લઇ મિત્ર ધર્મેશ પટેલ સાથે વાપીમાં દિવાળીની ખરીદી કરવા માટે આવ્યા હતા. જ્યાંથી પરત ફરતી વખતે હાઇવે ઉપર કન્ટેનર નંબર આરજે/10/જીબી/2805નો ચાલક ફર્સ્ટ અને સેકંડ લેનની વચ્ચે ચાલતો હોય સાઇડ ન આપતા અનીપે મોરાઇ બ્રીજ ઉપર કન્ટેનરને ઓવરટેક મારી મોપેડ ઉભી રાખી કન્ટેનરને ઉભું રખાવી ચાલકને સમજાવવા માટે બ્રીજના ડિવાઇડર ઉપર ચઢી મ્યુઝિક સાઉન્ડ ધીમુ કરવા જણાવ્યું હતું જેથી ઉશ્કેરાયેલા ચાલકે અનીપને લાકડાથી બે-ત્રણ ફટકો મારતા તે મોરાઇ બ્રીજથી નીચે પટકાઇ ગયો હતો અને નીચે પટકાતા હાથ-પગ અને માથામાં ગંભીર ઇજા થતા અનુપે સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ મિત્રએ તેના ઘરે કરતા પરિવારના તમામ સભ્યો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આરોપી ચાલક કિશનકુમાર બલવીરસિંગ પ્રજાપતિ (રહે.રાજસ્થાન) સામે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application