Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકની અડફેટે આવતા સાઈકલ સવારને ગંભીર ઈજા પહોંચી

  • January 25, 2021 

વાપી જીઆઈડીસીમાં સાઈકલ સવારને ટ્રકે ટક્કર મારી હતી. આ સાથે જ સાઈકલ સવારને ગંભીર ઈજા પહોંચી હતી.

 

 

વાપી જીઆઈડીસી સરદાર ચોક પાસે સવારે સાઈકલ ઉપર સવાર શંભુકુમાર મહોતો ને ટ્રક નંબર આરજે/02/જીસી/0586ના ચાલકે ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જે બાદ ચાલકે તેની ટ્રક સ્થળ ઉપર મૂકી નાસી છુટ્યો હતો. શંભુકુમાર મહોતો ને શરીરે કમ્મરના ભાગે તથા પગના ઘૂંટણના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેને સેલવાસ વિનોભા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. આ ઘટના અંગે બ્રિજમોહન કુમારની ફરિયાદ લઈ વાપી જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application