મહારાષ્ટ્રના ચારોટી ખાતે હાઇવે ઉપર જલારામ હોટેલ ચલાવતા અને વાપીના ગુંજન ખાતે રહેતા વેપારીએ બે-ત્રણ દિવસ અગાઉ એક એપ ઉપર કાપડની જાહેરાત જોયા બાદ સામાવાળાને સંપર્ક કરતા તેને રૂપિયા 30 હજાર ખાતામાં જમા કરવા જણાવ્યું હતું. જેથી વેપારીએ એડવાન્સમાં રૂપિયા 30 હજાર જમા કરાવી દીધા હતા. પરંતુ કપડાની ડિલીવરી ન મળતા સામાવાળાને કોલ કરતા તે સંપર્કથી બહાર થઇ ગયો હતો. વારંવાર સંપર્ક કર્યા બાદ વેપારીને પોતે છેતરાઇ ગયા હોવાની જાણ થઇ હતી. જેને લઇ તેમણે વલસાડ જિલ્લાના 100 નંબર ઉપર કોલ કરી બનાવ અંગે આખી માહિતી આપી સામાવાળા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application