Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાનાપાડા ગામથી કતલખાને લઈ જવાતા ગૌવંશને ઉગારી લેવામાં સાપુતારા અને વઘઈ પોલીસની ટીમે સફળતા મળી

  • April 15, 2025 

ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં ચીખલી ગામનાં પુરોહિત હોટલ પાસેથી તથા વઘઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વઘઈ-સાપુતારા રોડ ઉપર નાનાપાડા ગામ ખાતેથી કતલખાને લઈ જવાતા ગૌવંશને ઉગારી લેવામાં સાપુતારા અને વઘઈ પોલીસની ટીમે સફળતા મેળવી છે. તેમજ પોલીસ દ્વારા બંને જગ્યાએથી મળીને ૨૧ ગૌવંશ સાથે કુલ ૩૦ લાખ રૂપિયા કરતા પણ વધુનો મુદ્દા માલ જપ્ત કરાયો છે. સાપુતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ચીખલી ગામનાં પુરોહિત હોટલ પાસેથી સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ કતલખાને લઈ જવાતી ૧૮ ગાયને ઉગારી લીધી હતી.


જેમાં વેદપ્રકાશ પોલારામ જાત રાજપુત (રહે.હરિપુરા, પોસ્ટ મુડજ, તા.જિ.હનુમાનગઢ, રાજસ્થાન), રામસ્વરૂપ રાધેશ્યામ રાઠોડ (રહે.ચક હરિપુરા, પોસ્ટ મુડા, તા.જિ. હનુમાનગઢ, રાજસ્થાન), બનવારીલાલ (રહે.કરણપુર, જિ.ગંગાનગર,રાજસ્થાન), શિશપાલ હનુમાન (રહે.ચક, હરિપુરા, પોસ્ટ મુડા, તા.જિ.હનુમાનગઢ, રાજસ્થાન) અને અશોક લેલન કંપનીના ટેમ્પોમાં સવાર થઈને પોતાના કબજાના બંને ટેમ્પોમાં પાસ પરમીટ વગર કતલખાને લઇ જવા માટે ટેમ્પામાં ૧૮ ગાયો કિંમત રૂપિયા ૨.૭૦ લાખ તથા બળદ નંગ બે કિંમત રૂપિયા ૨૦ હજાર તથા વાછરડી નંગ ૧ જેની કિંમત રૂપિયા ૧૦૦૦/- તથા, મોબાઇલ ફોન નંગ બે તથા રોકડા રૂપિયા ૮,૧૧૦/- અને અશોક લેલન્ડ કંપનીના બે ટેમ્પો જેની કિંમત રૂપિયા ૨૦,૦૦,૦૦૦/-મળી કુલ કિંમત રૂપિયા ૨૩,૦૫,૧૧૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો.


તેમજ વઘઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વઘઈ સાપુતારા રોડ ઉપર નાનાપાડા ગામની સીમમાં પણ કતલખાને લઈ જવાતા ગૌ વંશને ઉગારી લેવામાં આવેલો હતો. વઘઈ પોલીસ સ્ટેશનના પી.આઈ.નાં માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ સ્ટાફ દ્વારા ઉગારી લઈ બે આરોપીઓની અટકાયત ચંદરામ ભગવાન દાસ (રહે.સહુવાલા, તા.જિ. શ્રી ગંગાનગર, રાજસ્થાન) અને ક્લિનર બીટુ પ્રકાશ પ્રકાશચંદ રાવભાટ (રહે.ચક, હરીપુરા, પોલારામ ચકીની પાસે, તા.જિ. હનુમાનગઢ, રાજસ્થાન)એ આઈસર ટેમ્પોમાં સવાર થઈને તેમના કબજાના આઇસર ટેમ્પોમાં પાસ પરમિટ વગર જ ગાયો તથા વાછરડા ભરી જઈ રહ્યા હતાં. આ આઇસર ટેમ્પોમાં ૦૯ નંગ ગાયો જેની જેની કિંમત રૂપિયા ૩.૬૦ લાખ તથા બે વાછરડી ની કિંમત રૂપિયા ૨૦ હજાર તથા એક વાછરડાની કીંમત રૂપિયા ૫,૦૦૦/- તથા આયસર ટેમ્પો જેની કિંમત રૂપિયા ૧૫ લાખ તથા મોબાઇલ ફોન નંગ ૧ જેની કિ.રૂા. ૫૦૦૦/-એમ મળી કુલ કિંમત રૂપિયા ૧૮,૯૦,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ગુરદિપકુમાર ઉર્ફે દિપક બનવારીલાલ (રહે.ગંગાનગર, રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application