વાપી ક્રિટીકલ પોલ્યુટેડ એરિયામાં નથી, પરંતુ કેટલીક કંપનીઓના પ્રદુષણના કારણે વાપીમાં પ્રદુષણનો મુદો સતત ચર્ચામાં રહે છે. છેલ્લા ત્રણ દિવસથી સાંજના સમયે વાપીમાં લોકોને આંખમાં બળતરાની ફરિયાદો ઉઠી છે. કેટલીક કંપનીઓ ગેસ છોડતાં આ સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. તો બીજી તરફ જીપીસીબીના અધિકારીએ મોનિટરિંગ વધારી દેવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે. વાપી જીઆઇડીસી એસ્ટેટમાં નાના-મોટી 3 હજારથી વધુ કંપનીઓ કાર્યરત છે. પહેલા પ્રદુષણના કારણે વાપી ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાં હતુ, હાલ સ્થિતિમાં સુધારો છે. પરંતુ છેલ્લા ત્રણ-ચારથી દિવસથી સાંજથી રાત્રી સુધી હવામાં પ્રદુષણ વધી રહ્યું હોવાની ફરિયાદો વધી છે. જયારે વાપીની કંપનીમાં જોડાયેલા અને રાજકીય આગેવાને જીપીસીબીના અધિકારીને ફોન કરીને આ મુદે રજૂઆત કરતાં ગેસ છોડતા એકમો સામે કાર્યવાહીની માંગ કરી હતી અને ખાસ કરીને હવા પ્રદુષણ વધે તો સિનિયર સિટીઝનોને શ્વાસમાં લેવામાં મુશ્કેલી આવી શકે છે.
જેથી વાપી જીપીસીબીએ ગેસ છોડતા એકમો સામે કાર્યવાહી કરવી જોઇએ. સ્થાનિક ઔદ્યોગિક એસોશિયન પણ આ મુદે ગેસ છોડતાં એકમોને તાકીદ કરે તે જરૂરી છે. જોકે, છેલ્લા થોડા દિવસોથી હવા પ્રદુષણ વધી રહ્યું હોવાની ફરિયાદો લોકોમાં પણ વધી રહી છે. વાપી અંબામાતા મંદિરના રામલીલા ગાર્ડનમાં જીપીસીબી દ્વારા લાખોના ખર્ચે લગાવેલું હવાનું પ્રદૂષણ માપવાનું યંત્ર પણ છેલ્લા ઘણા વર્ષથી બંધ હાલતમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application