Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોમાં પ્લાસ્ટિકના કોથળાની આડમાં દારૂના જથ્થા સાથે એકની અટક કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા

  • November 01, 2021 

સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો લાવવામાં આવતો હોય છે. ત્યારે બુટલેગરો દ્રારા ગુજરાતમાં દારૂ લાવવા માટે અનેક તરકીબો અપનાવવામાં આવે છે. ત્યારે વલસાડ રૂરલ પોલીસના પીએસઆઈને મળેલી બાતમીના આધારે એક ટેમ્પો નંબર એમએચ/04/એચએસ/1436માં પ્લાસ્ટિકના વેસ્ટની આડમાં સુરત તરફ લઈ જવાતો હોવાની માહિતી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે વલસાડના અતુલ નજીક આવેલ ફસ્ટ ગેટ પાસે રૂરલ પોલીસની ટીમએ વોચ રાખતા બાતમી વાળો ટેમ્પો આવતાં વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમી વાળા ટેમ્પોને અટકાવી અંદર તપાસ કરતા પ્લાસ્ટિકના વેસ્ટના કોથળાઓની આડમાં લઇ જવાતી દારૂની 5988 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 11.85 લાખ હતી અને ટેમ્પો ચાલકની અટક કરી હતી.

 

 

 

 

 

આમ, વલસાડ રૂરલ પોલીસે 5 લાખનો ટેમ્પો અને 11.85 લાખનો દારૂનો જથ્થો અને પ્લાસ્ટિક વેસ્ટ મળી કુલ રૂપિયા 17.69 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ ભરાવનાર અને દારૂનો જથ્થો મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તાપસ હાથ ધરી હતી. વધુમાં પકડાયેલ શ્યામ રજ્જુ બિહાર ગૌડની પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દારૂનો જથ્થો ગોવા મડગાવ ખાતેથી અજાણ્યો ઈસમ દારૂનો ભરેલો ટેમ્પો આપી ગયો હતો અને નવસારી ખાતે રાજકુમાર નામના ઇસમને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application