વાપી ગીતાનગર સ્થિત એક કોમ્પ્લેક્ષનાં ટેરેસ ઉપરથી મોડી રાત્રે નીચે પટકાતા ઈસમનું મોત થયું હતું. જેની જાણ સવારે પોલીસને થતા લાશને પીએમ માટે મોકલાવી વધુ તપાસ હાથ ધરાઇ હતી. જોકે આ કેસમાં મૃતકના મોટા ભાઈએ નાના ભાઇ સાથે કંઇક થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ, વાપી ગીતાનગરમાં જૂના રેલવે ગરનાળાની સામે આવેલ સીતારામ કોમ્પ્લેક્ષના ટેરેસ ઉપરથી વિરેન્દર ઉર્ફે વિકી ચૌધરી નામનો 36 વર્ષીય યુવક અચાનક નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા હોવાથી સ્થળ ઉપર મોતને ભેંટ્યો હતો.
જેની જાણ સવારે ટાઉન પોલીસને થતા લાશને પીએમ માટે મોકલાવી તપાસ હાથ ધરાઇ હતી. બનાવની જાણ મૃતકનાં પરિજનોને થતા તેનો મોટો ભાઇ રવિન્દ્ર ચૌધરી સ્થળ ઉપર પહોંચી નીચે દુકાનમાં લગાવેલા સીસીટીવીની ચકાસણી કરતા યુવક નીચે પડતા કેમેરામાં કેદ થયો હતો. મોટા ભાઇના જણાવ્યા મુજબ વિકી કલર કામ કરી ગુજરાન ચલાવતો હતો. તે ક્યારેય ઘરે આવતો ન હતો અને બહાર જ જમી પરવારીને સીતારામ કોમ્પ્લેક્ષના ટેરેસ ઉપર જઇ સુઇ જતો હતો. પીવા ખાવામાં અવારનવાર ઝઘડો કરતો હોવાથી તેની હત્યા હોવાની આશંકા ભાઇએ વ્યક્ત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application