Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી : ઓનલાઈન રીચાર્જ કરવા જતા યુવાને ૬૧ હજાર ગુમાવ્યા પડ્યા

  • January 07, 2021 

સંઘ-પ્રદેશ દાદર નગર હવેલીનાં સેલવાસ ખાતે રહેતો યુવાન સંતોષ યાદવ છેલ્લા 6 મહિનાથી ગુગલ-પે મોબઈલ એપ્લીકેશનનો ઉપયોગ કર્યો હતો. સંતોષ પોતાના મોબાઈલમાં 129 રૂપિયાનું રીચાર્જ કરવા ગુગલ-પે એપ્લીકેશનનો ઉપયોગ કર્યો હતો તેણે પ્રથમ પ્રયત્ન કર્યો તો મોબાઈલ રીચાર્જ ન થતા ફરી પ્રયત્ન કર્યો હતો તે પછી તેના ઉપર બે વખત 129 રૂપિયા કપાયાનો મેસેજ આવતા તેણે ગુગલ-પે કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો તેથી સામે વાલી વ્યક્તિએ એક નંબર આપીને તે એપ્લીકેશનમાં નાંખી ચાર વખતે ઓકે કરવા જણાવતા સંતોષ યાદવે તેમ કર્યું હતું અને તેમ કરવાથી તેના બેંક ખાતામાંથી રૂપિયા 61 હજાર જેટલી રકમ કપાઈ ગઈ હતી ગભરાયેલા સંતોષ યાદવે બેંકમાં તુરંત જાણ કરી હતી બેંક દ્વારા તેની સાથે ઓનલાઈન છેતરપીંડી થઈ હોવાનું જણાવી પોલીસ ફરિયાદ કરવા જણાવવા સંતોષ યાદવે સેલવાસ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application