વાપીમાં રેલ્વે ફ્લાઈ ઓવર બ્રીજ ઉપરથી કારમાં દારૂ વહન થઈ રહ્યાની બાતમીના આધારે, લોકલ ક્રાઈમ બ્રાંચ વલસાડની ટીમ વાપી પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે સિલ્વર કલરની વોલ્સ વેગન કાર નંબર ડીએન/09/એમ/0107નો ચાલક દમણથી ઈન્ગ્લીશ દારૂનો જથ્થો ભરી નીકળ્યો છે અને તે દાભેલ ચલા વાપી રેલ્વે ઓવર બ્રીજ થઈ હાઈવે ઉપરથી સુરત જનાર છે.
તેથી એલ.સી.બી.ની ટીમે રેલ્વે બ્રીજના પૂર્વ છેડે ટ્રાફિક જામ કરવા માંડ્યો હતો. આ સ્થિતિ પામીને કાર ચાલકે કાર બ્રીજ ઉપર યુ-ટન મારી પક્ષિમ છેડેથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બ્રીજના પક્ષિમ છેડે પણ પોલીસ પહોંચીને ટ્રાફિક જામ કરતા આ કાર ચાલક કાર બ્રીજ ઉપર છોડીને જ નાસી છુટ્યો હતો. ત્યારબાદ એલ.સી.બી.ની ટીમે કાર પાસે આવી, કારની તલાશી હાથ ધરતા અંદરથી અલગ-અલગ બ્રાન્ડના દારૂની 120 બોટલો મળી જેની કીંમત રૂપિયા 72,000/- તથા 5 લાખના કિંમતની કાર મળી એમ કુલ રૂપિયા 5,72,000/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500