Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી : બાઈકની ટક્કરને કારણે લારી ચાલકનું મોત

  • January 16, 2021 

વાપી તાલુકાના ગીતાનગરમાં પુષ્પાબેનની ચાલીમાં એકલા રહેતા અને લારી ઉપર નારિયેળ વેચી પોતાનું ગુજરાન ચલાવતા પલ્લુંભાઈ બજરંગી ગુપ્તા(મૂળ.યુપી) જે રાત્રિના સમયે પોતાની લારી લઈને ઘરે પરત આવતા હતા ત્યારે એવરસાઈન ટાવરની સામેથી પસાર થતી એક મોટર સાઈકલ નંબર/જીજે/15/ડીએલ/2257ના ચાલકે પૂરવેગે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પલ્લુંભાઈ ગુપ્તાને જોરથી ટક્કર મારતા પલ્લુંભાઈ ને માથા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ 108ને કોલ કરી પલ્લુંભાઈ ને સીએચસી ચલા ખાતે લઈ જવાતા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

 

 

 

જ્યારે બીજી તરફ આસપાસના લોકોએ બાઈકચાલક વિજય સંજય પાટિલ (રહે.રમઝાનવાડી, છરવાડા)ને પકડી પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટના અંગે મૃતકના પાડોશી ફિરોજ સુલેમાન મહોમદે વાપી ટાઉન પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application