વાપી ચલા મુક્તાનંદ માર્ગ ઉપર આવેલ શ્રી ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતો 36 વર્ષીય યુવક તુષાર ભરતભાઈ ગાયકવાડ વાપી રેલ્વે બ્રીજ ઉપરથી પોતાના મોપેડ ઉપર પસાર થતો હતો, ત્યારે બસની અડફેટે આવતા તેમના છાતીના તથા પગના ભાગે ગંભીર ઈજા થતા હોસ્પિતલમાં લઈ જતા સમયે રસ્તામાં જ મોત નીપજ્યું હતું.
વાપી ખાતે એમ્બેસી સિલિકોન ઈન્ડિયા પ્રા.લિ.માં માર્કેટિંગ અને ટેકનિકલ સર્વિસ વિભાગમાં નોકરી કરતો તુષાર ભરતભાઈ ગાયકવાડ પોતાની હીરો મેસ્ટ્રો નંબર જીજે/15/બીપી/6838 ઉપર રેલ્વે ફ્લાઈ ઓવરબ્ર્રીજ ઉપરથી પસાર તથો હતો તે સમયે બસ નંબર જીજે/18/ઝેડ/6018ના ચાલકે બસ પુરઝડપે અને ગફલતભરી હંકારી અડફેટે લેતા તેઓ નીચે પટકાયા હતા અને તેમણી છાતી ઉપરથી બસનું પાછલુ ટાયર ફરી જતા ગંભીર ઈજા પહોંચી હતી.
ત્યારબાદ 108માં વાપી હરિયા હોસ્પિટલ ખાતે લઈ જવાય હતા તે દમિયાન યુવકનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. મૃતકના ભાઈ જે મુંબઈ ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તે સુશાંત ભરતભાઈ ગાયકવાડે વાપી ટાઉન પોલીસને ફરિયાદ આપતા પોલીસે બસ ચાલક સામે ફેટલ અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500