Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલા મજૂર પર દુષ્કર્મ આચરનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ

  • November 12, 2021 

વાપી નગરમાં બે અલગ-અલગ બિલ્ડીંગના સાઇટ ઉપર મહિલા મજૂર સાથે બળજબરીથી દુષ્કર્મ આચરનારા લેબર કોન્ટ્રાક્ટર સામે પીડિતાએ ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે ગતરોજ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપી નગરનાં વિસ્તારમાં મજૂરી કામ કરી ઘર ગુજરાન ચલાવતી મહિલા નામધા અને ચલા સ્થિત બિલ્ડીંગના સાઇટ ઉપર નોકરી માટે જતી હતી.

 

 

 

 

 

તે દરમિયાન ત્યાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે નોકરી કરતા આરોપીએ બંને સાઇટ ઉપર મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતા કંટાળેલી મહિલાએ આ અંગે મંગળવારે વાપી ટાઉન પોલીસ મથકમાં લેબર કોન્ટ્રાક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે, ટાઉન પોલીસે આરોપી લેબર કોન્ટ્રાક્ટર સુરેન્દ્ર બબન સૈની (ઉ.વ.40, રહે.છરવાડા મુળ રાજસ્થાન) નાની બુધવારે બપોરે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application