વાપી ટાઉન પોલીસને મળતી બાતમી મુજબ દમણ તરફથી વાપી ગોલ્ડ કોઈન સર્કલ થઈ સફેદ કલરની હુન્ડાઈ આઈ-10 કાર જેનો નં./જીજે/15/સીએચ/4035નો ચાલક દારુ ભરીને જઈ રહ્યો છે. તેથી પોલીસ ટીમે ગોલ્ડ કોઈન સર્કલ પાસે વોચ ગોઠવતા બાતમી વાળી કાર આવતી દેખાતા તેણે ઈશારો કરી રોડ સાઈડે ઉભી રખાવી હતી અને કારની તપાસ હાથ ધરતા કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની 1380 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારુ મળી આવ્યો હતો. આ 2 લાખ મૂલ્યની કાર તથા 1.65 લાખનો દારૂ જપ્ત કરી કારની તલાશી કરતા અંદર બે જુદા-જુદા નંબર વાળી પ્લેટ મળી આવી હતી તેથી આ કાર બોગસ નંબર પ્લેટ હોવાનું જણાતા ઈ-ગુજકોપ એપ્લીકેશનમાં ચેક કરતા કારનો સાચો નં./જીજે/સીજી/4675 હોવાનું જાણવા મળેલ જ્યારે કારમાં લગાવેલ તથા કારમાં છૂટી મળેલ નંબર પ્લેટ ઉપર બંને નંબર બોગસ હોવાનું બહાર આવ્યું હતું. જેથી વાપી પોલીસે આ બુટલેગર નામે દર્પણ ભારત પટેલ(રહે.કપરાડા)ની અટક કરી તેની સામે વાપી તું પોલીસ મથકે પ્રોહીબિશન ઉપરાંત બોગસ નંબર પ્લેટ લગાવી ફરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application