Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી : બાઈક વચ્ચે અકસ્માત થતા 2ની હાલત ગંભીર

  • January 12, 2021 

પારડી તાલુકાના ગોઈમાં ગામે કેળપાડા ખાતે રહેતા વિનોદભાઈ સુરેશભાઈ પવાર તથા સુરજભાઈ કમનભાઈ પવાર બંને સુરજભાઈની મોટરસાઈકલ(નં.જીજે/30/બી/1017) ઉપર વઘઈથી ગોઈમાં આવતા હતા. ત્યારે ગોઈમાં ગામે કેળપાડા પાસે એક સ્પ્લેન્ડર મોટર સાઈકલ (નં.જીજે/15/ક્યુક્યુ/1312) નો ચાલક પુરવેગે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સુરજભાઈના બાઈક સાથે ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયા હતો. જેમાં વિનોદભાઈને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે સુરજભાઈ તથા અકસ્માત સર્જનાર કલ્પેશભાઈ કરસનભાઈ આહીર(રહે.ઘડોઈ,વલસાડ)ને ગંભીર ઈજા પહોચતા બંને બેહોશ થઈ ગયા હતા. જે બાદ તેમને 108 એમ્બ્યુલન્સ પારડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં કલ્પેશભાઈ પ્રાથમિક સારવાર આપી સુરત ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે સુરજભાઈને પારડી હોસ્પિટલમાં જ દાખલ કરાયા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાની વિગત મળી રહી છે.

 

 

આ ઘટના અંગે વિનોદભાઈ એ પારડી પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application