ડુંગરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન ચણોદ અમરનગર ભાનુજ્યોત સ્કુલ સામે દુકાન નંબર-1માં ગેરકાયદે ગેસ રીફીલિંગનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે બાતમીવાળા જગ્યા પર છાપો મારતા દુકાનની અંદર બનાવેલ નાના કેબિનમાં એક ઈસમ હાજર હતો અને તે એક મોટા ગેસના સિલિન્ડર માંથી રીફીલીંગની મશીનરીથી નાના ગેસના સિલિન્ડરમાં પાઈપ લગાવી એચપી ગેસ કંપનીના 19 કીલોવાળા ગેસના મોટા સિલિન્ડર માંથી નાના ગેસ સિલિન્ડરમાં ગેસ ભરતો હોવાનું જણાતા યુવકને તે પ્રવૃત્તિ કરતા રોકી પોલીસ તેની ધરપકડ કરી નામ ઠામ પૂછાતા યુવક એ પોતાનું નામ રઘુવીરસિંગ માનસિંગ રાજપૂત જણાવ્યું હતું. ડુંગરા પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application