પારડીના દમણીઝાંપા શિવ નગર ખાતે અશોકભાઈની ચાલમાં રહેતો 22 વર્ષીય યુવાન પવનકુમાર નંદકુમાર મોદી તથા સુરજ પંકજકુમાર મોદી તેમના સ્પ્લેન્ડર બાઈક નં./જીજે/15/ડીજી/૦૩53 ઉપર પારડીથી વાપી જીઆઈડીસી નોકરી ઉપર જતા હતા તે સમયે વાપી ખાતે નેશનલ હાઈવે નંબર-45 પર કોર્ટ સામે ચિરાયું હોસ્પિટલ પાસેથી પાછળથી આવતી સફેદ રંગની હુન્ડાઈ કારના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બંને શખ્સ રોડ ઉપર ફેંકાઈ ગયા હતા અને અકસ્માત સર્જી કરી કાર ચાલક કાર લઈ નાસી છૂટ્યો હતો.
આ ઘટના બાદ બંને ઈજાગ્રસ્તો ને 108માં વાપી હરિયા હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં પવનકુમારને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો જ્યારે સુરજને માથા, આંખ તથા પગના ભાગે ઈજા પહોંચી હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં વાપી ટાઉન પોલીસે સુરજ પંકજકુમાર મોદીની ફરિયાદ લઈ અજાણ્યા હુન્ડાઈ કાર ચાલક સામે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application