Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માનસિક સંતુલન સારું ન રહેતા 40 વર્ષીય યુવકે આત્મહત્યા કરી

  • January 23, 2021 

સંઘપ્રદેશ દાદર નગરહવેલીના સાયલી ગામે ઝરીપાડા વિસ્તારમાં રહેતા પુરુષે રાત્રીના સમયે પત્ની સાથે દારૂ પીધા પછી ઝઘડો કર્યો હતો અને તે પછી ઘરના પાછળના ભાગે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

 

 

 

સાયલી ગામે રહેતા ઈશ્વરભાઈ મગજીભાઈ વાયડ(ઉ.વ.40) છેલ્લા કેટલાક સમયથી માનસિક સંતુલન સારું ન રહેતા પત્ની સાથે સતત ઝઘડો કરતો રહેતો હતો. ત્યારબાદ ઈશ્વરભાઈ એ તેમણી પત્નીના સુઈ ગયા બાદ તેણે ઘરના પાછળની પેજારીના ભાગે છતના લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે ધસી પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. કરાવી મૃકની પત્ની જાનકા વાયડની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application