Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી : બોગસ નંબર પ્લેટવાળી ટ્રક માંથી 8.14 લાખનો દારૂ ઝડપાયો

  • January 15, 2021 

ડુંગરા પોલીસે લવાછા પિપરીયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ હાથ ધરી હતી તે દરમિયાન ટાટા ટ્રક નંબર-જીજે/16/એક્સ/6103નો ચાલક સેલવાસ તરફથી ટ્રક હંકારી આવતો હતો તેથી આ ટ્રક ઉભી રાખવા પોલીસે લાકડી તથા હાથનો ઈશારો કર્યો હતો, છતાં ચાલકે ટ્રક ઉભી રાખી ન હતી, અને ચાલકે ટ્રકને પુરઝડપે હંકારી જતા પોલીસે તેનો પીછો કર્યો હતો. જોકે તે પછી લવાછા પટેલ ફળિયા પાસે ટ્રાફિક જામ હોવાથી ચાલક ટ્રકને આગળ લઈ જઈ શકે તેમ ન હતો તો ચાલકે તે ટ્રકને ટ્રાફિકમાં છોડી ટ્રકમાંથી ઉતરી નાસી છુટ્યો હતો.

 

 

 

ત્યારબાદ પોલીસ સ્થળ પર પહોચી ટ્રકની તપાસ શરૂ કરતા અંદરથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 7557 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 8,14,500/- તથા 8 લાખનો ટ્રક એમ કુલ મળી રૂપિયા 16,14,500/- નો મુદ્દમાલ કબ્જે કરી પોલીસે ટ્રકનો રજીસ્ટ્રેશન નંબર તપાસતા આ નંબર બોગસ હોવાનું બહાર આવ્યું હતું. ટ્રકની ચેસિસના આધારે આ ટ્રકનો સાચો નંબર/જીજે/15/ડબ્લ્યુ/2323 હોવાનું બહાર આવ્યું હતું, તેથી આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.                   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application