Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી : બીમારીથી કંટાળી ૪૫ વર્ષીય યુવકએ આપઘાત કર્યો

  • January 05, 2021 

પારડી નજીક ખડકી ગામની હદમાંથી વહેતી કોથર ખાડીના હાઈવે બ્રિજના ક્રોકીંગ રેલીંગ સાથે નાયલોનની દોરી બાંધી યુવકે ગળે ફાંસો ખાયી આત્મહત્યા કરી લીધી હતી.

 

 

પારડીની શ્રીનાથ હોટલ પાસે ગેરેજ ચલાવતા અને ત્યાં જ પરિવાર સાથે રહેતા ૪૫ વર્ષીય યુવક રાધેશ્યામ રામસાગર વિશ્વકર્મા રાત્રે ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા તે પછી તેના પુત્ર અને ભાઈએ તેની શોધખોળ કરી હતી પરંતુ કઈ ખબર ના મળી ત્યારબાદ સવારે નજીકમાં ખડકી ગામની હદમાં વહેતી કોથર ખાડીના બ્રિજ ઉપર તેની લટકતી લાશ મળી આવી હતી. મૃતકે નાયલોનની દોરી બ્રિજ પરથી ક્રોકીંગની રેલીંગ સાથે એક છેડો બાંધી અને બીજો છેડો ગળામાં બાંધી બ્રિજ ઉપરથી નીચે પાણી તરફ કુદી જતા ફાંસો લાગતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પારડી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોચી ગયી હતી.

 

 

મૃતકના ભાઈએ પોલીસને આપેલા નિવેદન પ્રમાણે મૃતક છેલ્લા દોઢ વર્ષથી પ્રેશરની બીમારીથી પીડાતો હતો અને તેની દવા વલસાડ કસ્તુરબા હોસ્પીટલમાં ચાલતી હતી અને તે સતત બીમાર રહેતા હોવાથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હતું. પારડી પોલીસે આ ઘટનાને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application