Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસ.ટી બસમાં દારૂની હેરાફેરી કરતી 4 મહિલાઓ ઝડપાઈ

  • February 09, 2021 

વાપીથી વલસાડ રૂટની એસ.ટી બસ નંબર જીજે/18/ઝેડ/6067માં દારૂનો જથ્થો લઈને 4 મહિલાઓ મુસાફરી કરી રહી જે બાતમીના આધારે પારડી પોલીસે હાઈવે ચાર રસ્તા ફ્લાઈ ઓવર બ્રિજના દક્ષીણ છેડે વોચ ગોઠવી વાપી તરફથી ધસી આવતી બાતમીવાળી બસને રોકી હતી.

 

 

ત્યારબાદ પોલીસએ બસમાં ચઢી ડ્રાઈવર તથા બસ કંડકટર સાથે રાખી મુસાફરોને ચેક કરતા બસની પાછળની સીટ ઉપર બેસેલી 4 મહિલાઓ જેમાં, કોકિલા અમૃત પટેલ(રહે.પોસરી,ગણદેવી), મંજુર ઈશ્વર પટેલ(રહે.બીગરી તા.ગણદેવી), લખી નગીન હળપતિ(રહે.ધનોરી) તથા રેખા રોહિત પટેલ(રહે.નાની કરોડ,તા.જાલાપોર) પાસે રાખેલા કાપડના થેલામાં 516 દારૂની બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 38,950/- હતી. આ મહિલાઓ પાસ પરમીટ વગર દારૂનું વહન કરી રહી હોવાથી પોલીસે તમામ દારૂનો જથ્થો કબ્જે કરી પોલીસે ચારેય મહિલા ઓની અટક કરી તેમણી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application