મોરાઈ ગામમાં બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ટેમ્પોમાં દમનથી સુરત કડોદરા વહન કરી લઈ જવાતા 5.42 લાખના દારૂના જથ્થા સાથે પોલીસે 3 ઈસમની ધરપકડ કરી હતી.
નાયબ પોલીસ અધિક્ષકની કચેરી વાપીના એએસઆઈ મહેશ રાવણભાઈને બાતમી મળી હતી કે, દમણ તરફથી એક આઈસર ટેમ્પો નંબર જીજે/19/એક્સ/5648માં દમણથી ગેરકાયદેસર દારૂ ભરી મોરાઈ ગામેથી નીકળી હાઈવે થઈ સુરત તરફ જનાર છે. તેથી પોલીસને ટીમે મોરાઈ ગામે વોચ ગોઠવી હતી જે દરમિયાન દમણ તરફથી આવતા બાતમીવાળા ટેમ્પોને રોકી અંદર બેઠેલા ત્રણ ઇસમોને નીચે ઉતારી ટેમ્પોની અંદર તપાસ કરતા વગર પાસ પરમિટના દારૂની 7872 બોટલો મળી આવી હતી જેની કીંમત 5,42,4૦૦/- તથા 4 નંગ મોબઈલ ફોન અને ટેમ્પો મળી કુલ 12,57,9૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ સાથે જ દારુ વહન કરનાર મહેન્દ્ર અરવિંદ રાઠોડ, વિમલ વનમાળી સુરતી તથા કલ્પેશ જયંતિ બાફનાને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના છે તે અંગે પૂછતા, તેમણે દારૂનો જથ્થો અજાણ્યા ઇસમે ટેમ્પોમાં ભરી આપ્યો હતો અને તે સુરત કડોદરા ખાતે સાજીદભાઈને આપવા લઈ જતા હોવાનું જાણાવ્યું હતું. જે બાદ પોલીસે ત્રણેયની અટક કરી અજાણ્યા ઈસમ તથા સુરતના સાજીદને વોન્ટેડ જાહેર ક્યાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500