વાપી ટાઉનના પી.આઈ. તથા તેમના સ્ટાફે વાપી વૈશાલી ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન મુંબઈથી આવી રહેલી લક્ઝરી બસ નંબર જીજે/08/એયુ/2540ને અટકાવી તપાસ કરતા બસની ડીકીમાંથી દારૂની પેટી મળી આવી હતી. પોલીસે રૂપિયા 2.15 લાખનો દારૂ તથા લક્ઝરી બસ એમ કુલ મળી રૂપિયા 32.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જયારે પોલીસે સાદિક યાકુબ મોમીન, અશોક અમરતભાઈ રાવલ, ઈમ્ત્યાઝ મોહમદ પલસરા, રહેમત મુસ્તફા મસાલિયા અને રમેશ શંકરભાઈ પ્રજાપતિની ધરપકડ કરી હતી.
ત્યારબાદ તમામ આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, દારૂનો જથ્થો સુરત ખાતે દિનેશ અને કનુ નામના શખ્શને આપવાનો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી દિનેશ, કનુ, અને ભરત પ્રજાપતિ સહીત ચાર શખ્સોને વોન્ડેટ જાહેર કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500