વાપીમાં રાત્રી દરમિયાન મકાનના પાર્કીંગ એરીયામાં વેપારીએ પાર્ક કરેલી ફોકસ વેગન કારમાં ૮ થી ૧૦ જેટલા અજાણ્યા લોકોએ તોડફોડ કરી હતી અને એજ સમય દરમિયાન કેટલાક અજાણ્યા લોકો વેપારીને ત્યાં નોકરી કરતા કર્મચારીના ઘરે પહોચી કર્મચારી તથા તેની પત્નીને ધમકાવીને તમાચા મારી ગયાની ઘટના બની હતી.
વાપીમાં સ્ક્રેપનો ધંધો કરતા વેપારી મોહમદ અમીન રાત્રીના સમયે વાપી હાઈવે સ્થિત યુનિયન બેંક સામે આવેલા એપાર્ટમેન્ટમાં પાર્કિંગ એરિયામાં પોતાની ફોક્સ વેગન કાર નંબર.જીજે/15/સીએ/7686 પાર્ક કરીને ઘરે જઈ ઊંઘી ગયા હતા. જે બાદ રાત્રીના સમયે ૮ થી ૧૦ અજાણ્યા લોકો પાર્કીંગમાં આવીને તેમણી કારના કાચનો ભુક્કો બોલાવી દરવાજાને પણ નુકશાન પહોચાડ્યુ હતું અને અવાજ આવતા મોહમદ અમીન કાર પાસે પહોચ્યા હતા. જોકે ત્યાં સુધીમાં અજાણ્યા લોકો નાસી છુટ્યા હતા.
એજ સમયે મોહમદ અમીન ને ત્યાં નોકરી કરતો મોહમદ રફિકના બલીઠા ખાતે આવેલ ઘરે અજાણ્યા ૮ થી ૧૦ લોકો પહોચી ગયા હતા. આ શખ્સોએ તેમણે ઊંઘમાંથી જગાડી તારા મોબઈલ પરથી તારા શેઠને ફોન કર તેમ કહી ધમકાવ્યો હતો તેથી મોહમદ રફીક તથા તેની પત્ની ડરી ગયા હતા અને આટલી રાત્રે શા માટે ફોન કરવાનો તેમ કહેતા આ અજાણ્યા લોકો ઉશ્કેરાઈ મોહમદ રફિક તથા તેની પત્નીને માર માર્યો હતો. જે બાદ ધમકી આપીની તે ટોળકી નાસી છુટી હતી.
આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસને ફરિયાદ આપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં શકમંદ તરીકે જાકિર, સાકીર, મુસિર, વગેરે નામો આપ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500