ડહેલી ગામે મંદિર ફળિયા પાસે નેવરી જતા રોડ ઉપરથી પસાર થતા ટાટા ટેમ્પો નંબર જીજે/15/એક્સ/6961ના ચાલકે ટેમ્પોએ પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી પલ્સર મોટરસાઈકલ નંબર જીજે/15/એએચ/3740ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર પીનલ તથા આરભ નામના બે વિધાર્થીને ગંભીર ઈજા પહોંચી હતી. જે પૈકી પીનલ ગણેશભાઈ પટેલ(ઉ.વ.17)નું પારડી મોહન દયાડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આરભ શંકરભાઈ પટેલને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું.
આ ઘટનામાં ટેમ્પો ચાલક ટેમ્પો ઘટના સ્થળે મૂકી ભાગી છૂટ્યો હતો. પલ્સર સવાર બંને વિધાર્થીઓ ફલધરા હાઈસ્કુલમાં ધોરણ-10માં અભ્યાસ કરતા હતા અને બાઈક ઉપર અપ-ડાઉન કરતા હોવાની વિગતો બહાર આવી હતી. મૃતક પીનલ પરિવારનો એકનો એક પુત્ર હોવાની જાણ મળી હતી. આ ઘટના અંગે પારડી પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application