વાપી જીઆઈડીસીના સુરતથી મુંબઈ જતા નેશનલ હાઈવે ઉપર અશોક લેલન ટ્રકે બેને અડફેટે લેતા એકનું મોત જયારે બીજાને ગંભીર ઈજા આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
સુરતથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે નંબર-48 પર સી.પી.શાહ પેટ્રોલ પંપની સામેથી પસાર થતી અશોક લેલનન ટ્રક નંબર જીજે/૦૩/એટી/3818ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મદનભાઈ થાપા ઉ.વ.46 રહે.વાપી કોળીવાડ ટાંકી ફળિયા સુરેશભાઈની ચાલ નં.1માં અને સાથે તેમના સાળા માન બદાદુર ગીરીને ટ્રક અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મદનભાઈ થાપાનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે માન બદાદુર ગીરીને શરીરે ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે રમેશ મદનભાઈ થાપાની ફરિયાદના આધારે વાપી જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application