Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદથી મુંબઇ તરફ જતી ‘વંદે ભારત ટ્રેન’ને નડ્યો અકસ્માત : ઉદવાડા રેલવે સ્ટેશનમાં બળદ સાથે ટ્રેનની ટ્રક્કર થતાં અકસ્માત

  • December 02, 2022 

અમદાવાદથી મુંબઇ તરફ જતી વંદે ભારત ટ્રેનનો ફરી એક વખત અકસ્માત થયો છે. વલસાડના ઉદવાડા રેલવે સ્ટેશન બળદ સાથે ટ્રેનની ટ્રક્કર થતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બળદનું મોત થયું હતું. તેમજ ટ્રેનમાં પણ નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત થતા સંજાણ રેલવે સ્ટેશન નજીક ટ્રેનને અટકાવવી પડી હતી. રેલવે કર્મચારીઓએ તાત્કાલિક સંજાણ રેલવે સ્ટેશન પહોંચી ટ્રેનના કેટલ રન ઓવરને રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ ટ્રેનને મુંબઈ તરફ રવાના કરવામાં આવી હતી. ઉદવાડા સ્ટેશનને વંદે ભારત ટ્રેનની અડફેટે બળદ આવી ગયો હતો. વંદે ભારત ટ્રેનના પાયલોટે ગૌ વંશ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.



પરંતુ તેમ છતાં બળદ અડફેટે આવી ગયો હતો. અકસ્માત બાદ વંદે ભારત ટ્રેન ઉદવાડા રેલવે સ્ટેશનથી પસાર થઈ ગઈ હતી. ટ્રેનના ગાર્ડમાં નુકસાની પહોંચી હતી. ઘટના અંગે સંજાણ રેલવે સ્ટેશનનના સ્ટેશન માસ્તરને જાણ કરી મેન્ટેન્સ સ્ટાફની મદદ માંગી હતી. સંજાણ રેલવે સ્ટેશન ખાતે તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 20 મિનિટ બાદ વંદે ભારત ટ્રેનને ફરી રવાના કરવામાં આવી હતી. વંદે ભારત ટ્રેન શરૂ થયાના એક મહિનામાં જ ટ્રેનનો ત્રણ વખત અકસ્માત થયો હતો. જે બાદ ચોથી વખત આણંદમાં અકસ્માત થયો હતો. 6 ઓક્ટોબરને ગુરુવારે અમદાવાદના વટવા પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અડફેટે બે ભેંસ આવી ગઈ હતી.



જયારે ફુલ સ્પીડમાં જતી વંદે ભારત ટ્રેનની આગળ બે ભેંસ આવી જતાં ટ્રેનના ચાલકે એને રોકવા પ્રયાસ કર્યો હતો, જોકે તેમ છતાં બંને ભેંસ ટ્રેનની અડફેટે આવી જતાં અકસ્માત થયો હતો, જેમાં ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન થયું હતું. અમદાવાદમાં વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાયાના બીજા જ દિવસે 7 ઓક્ટોબરને શુક્રવારે આણંદના કણજરી પાસે ગાય અથડાતાં અકસ્માત થયો હતો, જેથી ટ્રેનમાં બેસેલા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. સતત બે દિવસ પશુ વચ્ચે આવી જતાં વંદે ભારત ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી.




ત્યારબાદ 29 ઓક્ટોબરને શનિવારે વલસાડના અતુલ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનની અડફેટે બળદ આવી જતાં અકસ્માત થયો છે, જેમાં બળદનું મોત થયું હતો. જ્યારે ટ્રેનના આગળના ભાગમાં નુકસાન પહોંચ્યું હતું. જે બાદ વંદેભારત ટ્રેનની અડફેટે એક મહિલા આવી જતા તેનું મોત થયું હતું. ત્યારે ગતરોજ વલસાડમાં વંદે ભારતની અડફેટે બળદ આવી જતા અકસ્માત થયો હતો. આ ઉપરાંત 8 ઓક્ટોબરે દિલ્હીથી વારણસી જતી વંદે ભારત એક્સપ્રેસમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ટ્રેન બંધ પડી ગઈ હતી. ટ્રેન લગભગ 5 કલાક સુધી ખુર્જા સ્ટેશન પર રોકાઈ હતી. ત્યારબાદ મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં રવાના કરવામાં આવ્યાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News