Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડનું પ્રસિધ્ધ તિથલ બીચ શનિ-રવિ ચાલુ રાખવા કલેકટરને રજૂઆત

  • October 05, 2021 

વલસાડનું પ્રસિધ્ધ તિથલ બીચ લગભગ બે વર્ષથી બંધ હાલતમાં રહેતા સ્થાનિક ગ્રામજનોની રોજીરોટી ઉપર ગંભીર ફટકો પડ્યો છે. વલસાડના અરબી સમુદ્રના કાંઠે આવેલા રમણીય તિથલ બીચ ઉપર કોવિડ-19ની સ્થિતિ ધ્યાને લેતા વહીવટીતંત્રએ અઠવાડિયાના બે દિવસ શનિ અને રવિવારે બંધ રાખવા નિર્ણય કર્યો હતો. આ સિવાય તહેવારોની રજાના દિવસોએ પણ બીચ પર કોઇને જવા દેવામાં આવતા નથી જેના કારણે સહેલાણીઓની અવરજવર રજાના દિવસોમાં થતી નથી જેની સીધી અસર તિથલ ગામના સ્થાનિક કેબિનધારકો, લારીગલ્લા અને પાથરણાંવાળા તેમજ રિક્ષા ચાલકો પર પડતી હોવાથી તેમની આર્થિક હાલત કફોડી થઇ ગઇ છે. બીચ ઉપર ધંધો કરતા સ્થાનિક ગ્રામજનોએ તિથલ પંચાયતના સરપંચ અને સભ્યને મળી કલેકટરને રજૂઆત કરવા માટે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં લેખિત રજૂઆતો કરી બે વર્ષથી ગામના સ્થાનિક લોકોની રોજી બંધ થતાં તેમના પરિવારનું ગુજરાન, બાળકોના શિક્ષણ માટે કોઇ આવક નથી તેવું જણાવી તિથલ બીચ શનિ અને રવિવારે તથા તહેવારોના દિવસે ચાલૂ રાખવા માટેની માંગ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application