નેશનલ હાઇવેના સુગર ફેકટરી બ્રિજ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ઉભેલા ટેમ્પોના પાછળ અજાણ્યું વાહન ભટકાયા બાદ બે લકઝરી બસ ઘુસી ગઈ હતી. બસ ચલાક સહિત 7 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં એક લગ્નની બસ પણ સામેલ છે.
આ અંગેની વિગતો એવી છે કે, નેશનલ હાઇવે નંબર 48 ઉપર આજે વહેલી સવારે સુગર ફેકટરીના બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. લગ્ન પ્રસંગમાં અમદાવાદથી પરત થઈ રહેલી લકઝરી બસ અને રાજસ્થાનથી પુના મુસાફરો ભરી જતી લકઝરી બસ તેમજ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લકઝરી ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે લકઝરીમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.
હાઇવે પર બંધ થયેલા એક ટેમ્પો સાથે પુરપાટ ઝડપે આવતું અજાણ્યું વાહન ટેમ્પોની પાછળ ઘુસી જતા બચવા બસે આકસ્મિક બ્રેક મારી હતી જે,ને પગલે પાછળ લગ્ન પ્રસંગ પતાવીને મુંબઈ જઈ રહેલ લકઝરી ચાલકે લકઝરીને બ્રેક મારી હતી. જેને કારણે કાબુ ન રહેતા લકઝરી પાછળથી ટેમ્પો સાથે ભટકાઈ હતી. રાજસ્થાનથી પુના જતી અન્ય લકઝરી બસ પણ ધડાકા ભેર પાછળ અથડાતા લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી.
ચાલક અને અન્ય કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા છે .અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા.અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોકે, વલસાડ રૂરલ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવા ની કામગીરી માં જોડાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500