Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

  • January 04, 2021 

જોગવેલ ગામના મોહમાળ ફળીયામાં રહેતો સુરજ રામુભાઈ ભીલાડની એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારજનો ને મદદરૂપ થતો હતો. સુરજની બહેન રીના અને બનેવી સાગર શંકરભાઈ પટેલ જોગવેલ ગામે આવ્યા હતા બહેન રીના નાનાપોંઢા સરકારી પશુ દવાખાનામાં ફરજ બજાવતી હોય, સુરજ બહેનને મુકવા માટે તેના બનેવીની પલ્સર બાઈક નં.જીજે/15/એબી/2257 લઈને ગયો હતો બહેનેન મુકીને પરત ઘરે ફરતી વેળા, કાકડકોપર ગામના નિશાળ ફળિયા પાસેથી તે પસાર થતો હતો તે સમયે માટીનો જથ્થો ભરીને પુરઝડપે પસાર થઈ રહેલો ટેમ્પો નં.જીજે/7/એક્ષ/5892ના ચાલકે રોંગ સાઈડથી આવીને સુરજની બાઈકને ટક્કર મારતા અકસ્માત થયો હતો જેમાં ગંભીર રીતે ઈજા પામેલા સૂરજનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.

 

 

 

આ બનાવ અંગે મૃતકના પિતા રામુભાઈએ ટેમ્પો ચાલક વિરુદ્દ ફરિયાદ નોંધાવતા પોલીસએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application