Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : વેપારીએ કુતરાને બચાવવા માટે કારને અન્ય વાહન સાથે ટક્કર મારી

  • January 12, 2021 

પારડી વિસ્તારમાં રહેતા શાકભાજીના વેપારી ગીરીશભાઈ સોમાભાઈ પટેલ વહેલી સવારે વલસાડ આવવા માટે તેમની કાર નં.જીજે/15/સીએ/8647 લઈને વલસાડ આવ્યા હતા. તેઓ ધરમપુર રોડ પાસેના વાઈટ ચર્ચ સામેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક કુતરું અચાનક રોડ ઉપર આવી જતા કુતરાને બચાવવાના ચક્કરમાં ગીરીશભાઈ પટેલ એ સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને ત્યારબાદ તેમની કાર રોડ સાઈડ પર પાર્ક કરેલી ઝેન કાર નં./એમએચ/01/એઆર/9255ની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. તેથી પાર્ક કરાયેલી કાર ગટરના ઢાંકણ ઉપર ચઢી ગયા બાદ વિજપોલ સાથે અથડાઈ પડી હતી.

 

 

 

જોકે અકસ્માત સમયે ઝેન કારમાં કોઈ પણ વ્યક્તિ હાજર ન રહેતા કોઈપણ પ્રકારની જાનહાની થઈ ના હતી અને એક મોટી ઘટના થતા ટળી હતી, જ્યારે બીજી તરફ વેપારી ગીરીશભાઈ પટેલ ને પણ કોઈ ઈજા થઈ ન હતી.          


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application