નાસિક જીલ્લાના સીડકો ગામના પવનગર સાઈનગર પાસે રહેતો જીતેન્દ્ર નિમ્બા આ વિસ્તારના રહીશ જાવેદ રસીદ શેખની માલિકીના આઈસર ટેમ્પોના ચાલક તરીકે નોકરી કરે છે. જ્યારે ક્લીનર તરીકે મુસ્તુફા રજ્જાક શેખ(રહે.નાસિક) ફરજ બજાવતો હતો. બંને નાસિકથી આંધ્રપ્રદેશ જવા માટે નીકળ્યા હતા અને મોડી રાત્રે કપરાડાના માંડવા ગામેથી પસાર થઈ રહ્યા હતા. રસ્તો ઢોળાવવાળો હોઈ ટેમ્પો ચાલક જીતેદ્રએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધા બાદ તેનો ટેમ્પો રોડની સાઈડ ઉપર પાર્ક કરાયેલો આઈસર ટેમ્પો સાથે અથડાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં કેબીનમાં દબાઈ ગયેલા કલીનરનું મુસ્તફા શેખનું મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application