રાજ્યમાં દેશી દારૂનો લઈને લઠ્ઠા કાંડ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના અતુલ ખાતે નાનાપોઢાના પીએસઆઈ તેના મિત્રના બાંગ્લામાં ૩ કોસ્ટબલ સહિત ૧૯ ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા. વલસાડ એસપીને મળેલી બાતમીના આધારે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા. વલસાડ એસપીએ દારૂનો જથ્થો અને કાર તથા અન્ય વાહનો કબ્જે કરી આગળની તપાસ હાથ હતી.
રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને પોલીસ દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. એકાએક ગુજરાતમાં પોલીસ એક્ટિવ થઈ છે કે,અને દારૂના ઠેકાણાઓ પર રેડ પાડી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસે પણ વિવિધ વિસ્તારોમાં ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી દેશી દારૂના અડ્ડામાં રેડ કરવાની સૂચના આપી હતી. વલસાડ જિલ્લા એસપી ડો. રાજદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે વલસાડના અતુલ ખાતે આવેલા એક બંગલામાં દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળી હતી.
વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલા એલસીબી અને અન્ય પોલીસ જવાનો સાથે હાઉસ રેડ કારી ચેક કરતા અતુલના મુકુંદ ફસ્ટ ગેટ ખાતે રહેતા સન્ની બાવીસકર જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી. વલસાડ એસપી એ ચેક કરતા માલૂમ પડ્યુ કે આ તો પોતાના જ વિભાગના અધિકારીઓ છે. તેમણે નાનાપોઢાના પીએસઆઈ અને ૩ કોસ્ટબલ સહિત ૧૯ ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા. વલસાડ એસપીએ રૂપિયા ૯,૬૫૦/- કિંમતનો દારૂનો જથ્થો અને ૧૨ વાહનો જપ્ત કર્યાં છે. જેમાં ૫ કાર તેમજ ૭ બાઈક સહિત કુલ ૨૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500