કપરાડા પોલીસે તાત્કાલિક જિલ્લા અને તાલુકા પશુ આરોગ્ય વિભાગની ટીમની મદદ લઈને ઘટના સ્થળે તમામ બળદોનું PM કરાવ્યું હતું. તે કેસમાં વલસાડ LCBની ટીમે ઝીણવટ ભરી રીતે કેસની તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ વડે રાજસ્થાનથી 4થી 6 વર્ષના વાછરડાને મહારાષ્ટ્ર કતલખાને લઈ જતી આંતર રાજ્ય ગૌ વંશની હેરાફેરી કરતી ગેંગને ઝડપી કેસ ઉકેલી નાખ્યો છે.
તે કેસમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ LCB PI વી.બી. બારડ, PSI કે એમ બેરિયા સહિત LCBની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. વલસાડ LCBની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લેવામાં આવી હતી. પોલીસ તપાસ કરતા કન્ટેનરમાંથી મળેલા મૃત ગૌવંશ 4થી 6 વર્ષના હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન કન્ટેનર માલિકની શોધખોળ કરતા કન્ટેનર માલિક મુબારીક શેખની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં રાજસ્થાનના ટોક તથા કિશનગઠ જિલ્લાના કેટલાક આવી ગૌ વંશની તસ્કરી કરતી ગેંગ સક્રિય હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ LCBની ટીમે ઊંડાણમાં ચેક કરતા ગૌ તસ્કરીના કેસમાં રાજસ્થાનથી 4 આરોપીઓને ઝડપી પાડયા હતા.
આ ગેંગ દ્વારા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હૈદરાબાદ સહિતના રાજ્યોમાં 4થી 6 દાંત વાળા ગૌવંશનું માસ કુમળું હોવાથી લોકોમાં 6 દાંતના ગૌવંશના માસની ડિમાન્ડ વધારે રહેતી હતી. રાજસ્થાનની ગેંગના સાગરિતો દ્વારા રાજસ્થાનના ટોક અને કિશનગઠ જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં પશુપાલકો પાસેથી 4થી 6 વર્ષના ગૌવંશ ખરીદી કરી 30થી વધું ગૌવંશ.થાય એટલે ડિમાન્ડ મુજબ અલગ અલગ રાજ્યોમાં પશુધનને કન્ટેનરમાં મોકલવામાં આવતા હતા.
પોલીસની તપાસને ગુમગરહ કરવા આરોપીએ સરખું નામ ધરાવતા ફેક આરોપીને મોકલી તપાસ ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વલસાડ LCB PIએ પ્રથમ તપાસમાં આરોપીની નિયત પારખી ગયા હતા. અને મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા સફળતા મળી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500