વલસાડ એસ.ટી. વિભાગીય કચેરી ખાતે ઈ સરકાર પોર્ટલ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ, સુપરવાઇઝર, અધિકારીઓએ ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી. નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતેથી તાલીમ અધિકારી ભાવેશભાઈ મોતીવાલાએ ઈ- સરકાર પોર્ટલનું મહત્વ અંગેની જરૂરિયાત અને પારદર્શકતા સાથે પેપરલેસ કામગીરી કઈ રીતે કરવી તે અંગેની ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ અને માર્ગદર્શન આપ્યું હતું. વિભાગીય નિયામકશ્રી એન. એસ. પટેલ દ્વારા આ કામગીરી અંગે નિગમમાં કઈ રીતે કામ સરળતાપૂર્વક કરવું અને તે અંગેના પોર્ટફોલિયો બાબતે તેઓના ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ મેનેજર તરીકેના કાર્યકાળનો અનુભવ ઉમેરી વિસ્તૃત સમજણ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application