વલસાડનાં ગુંદલાવ ન્યુ GIDCમાં આવેલી એક કંપની પાસે જંગલ ઝાડીઓમાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળીને તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીનાં આધારે, વલસાડ રૂરલ પોલીસે 14 જુગારીઓને રોકડા રૂપિયા 13,700 અને 11 નંગ મોબાઈલ મળી કુલ 34 હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જયારે વલસાડ રૂરલ પોલીસે તમામની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસની ટીમના માણસો પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રમતા જુગારની પ્રવૃતિઓ અટકાવવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી.
તે દરમિયાન, ગુંદલાવ ખાતે આવેલી ન્યુ GIDCમાં આવેલી ખુલ્લી જંગલ ઝાડીઓમાં કેટલાક ઈસમો તીન પત્તીનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે 3 અલગ અલગ ટીમો બનાવી બાતમીવાળી જગ્યાએ જઈને ચેક કરતા કેટલાક ઈસમો અલગ-અલગ કુંડાળું કરી રૂપિયા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. આમ, પોલીસે તમામને કોર્ડન કરી છાપો મારતા કુલ 14 જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. જયારે પોલીસે જુગારીઓ પાસેથી કુલ રૂપિયા 13,700/- રોકડા અને 11 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 34 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ, પોલીસની ટીમે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ...
1.સામ્બામુર્તી અપાના ચૈત્રી (રહે.ગુંદલાવ GIDC, વલસાડ),
2.પ્રસનીજીત ખપ્પા બરમન (રહે.ગુંદલાવ, વલસાડ),
3.ચંદન શુત્રઘન ગુપ્ત (રહે.ગુંદલાવ, વલસાડ),
4.ધીરેન મણીરામ બરમાન (રહે.હનુમાન ભાગડા ભગત, ટીમ્બલ, વલસાડ),
5.બબલુ લુટન નિસાદ (રહે.ગુંદલાવ, વલસાડ),
6.રાજુભાઇ પહલસિંગ થાપા (રહે.ગુંદલાવ GIDC, વલસાડ),
7.ટેકબહાદુર ચંદાબહાદુર ભંડરી (રહે.ગુંદલાવ, વલસાડ),
8.કરણ બેનેદિક આઇન (રહે.ગુંદલાવ GIDC, વલસાડ),
9.પિતમ બહાદુર થાપા (રહે.ગુંદલાવ, વલસાડ),
10.રેહમત અલી સમીર અલી (રહે.ડુંગરી, ધનોરી રોડ, વલસાડ),
11.અશોક રૂપસિંગ મુસાહરી (રહે.ગુંદલાવ GIDC, વલસાડ),
12.મિહિર અલી હાઇતાલુગુનીયા (રહે.ડુંગરી, ધનુરી રોડ, વલસાડ),
13.દિપક મેઘનાથ બરમન (રહે.ડુંગરી, ધનોરી રોડ, વલસાડ) અને
14.ગંડુ શંકરરાવ વિરાસ્વામી (રહે.ગુંદલાવ GIDC, વલસાડ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500