પોલીસના ચેકીંગ દરમ્યાન કારના ચાલકે પકડાઈ જવાની બીકે કારને સુરત તરફ હંકારી મૂકી હતી. પોલીસે પીછો કરતા ગાંજો ભરેલી કારનો ચાલક ધમડાચી હાઇવે ઉપર કાર મૂકી ફરાર થઇ ગયો હતો. LCBની ટીમે કારમાં ચેક કરતા કારની પાછળની સીટ અને ડિક્કીમાંથી 2 કિલો અને 5 કિલોના પેકેટમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. LCBની ટીમે અંદાજે 250 કિલો ગાંજાનો જથ્થો અને કાર મળી કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ SOGની ટીમના PI વી. બી બારડની ટીમને મળેલી બાતમીના આધારે એક નંબર વગરની કારમાં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ભરીને કારનો ચાલક મુંબઈથી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતો. જેના આધારે વલસાડ LCBની ટીમે પારડી હાઇવે ઉપર બાતમી વાળી કારની વોચ ગોઠવી હતી. કારના ચાલકે પોલીસની નાકાબંધી જોઈ પોતાની નંબર વગરની નવી કાર લઈને સુરત તરફ હંકારી મૂકી હતી.
વલસાડ LCBની ટીમે બાતમી વાળી ગાંજો ભરેલી કારનો પીછો કર્યો હતો. જે દરમ્યાન કારનો ચાલક ધમડાચી પીરૂ ફળીયા પાસે કારને મૂકી ભાગી છૂટ્યો હતો. વલસાડ LCBની ટીમે કારના ચલાકનો પીછો કરી કર્યો હતો. પરંતુ કારનો ચાલક હાથ લાગ્યો ન હતો. LCBની ટીમે ગાંજાનો જથ્થો અને કાર મળી કુલ 40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કારના ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. રૂરલ પોલોસ મથકે ગુનો નોંધવાનો તજવીજ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500